Posted by: Vinay Rakholiya | January 18, 2013

“ગામ ને પાદર વડલો”


એય ને ગામ ને પાદર વડલો ને ઇ વડલા ની વડવાઈઓ ને ઇ વડલા ફરતે ઓટલો ને ઇ ઓટલા ઉપર બેહી ને ગામ ના નિવૃત વડીલો ભેગા મળી ને એય ગામ ની હખ દખ ની વાતું કરે, ઇ તો ભાઈ હવે આજકાલ ના આધુનિક યુગ માં કોક કોક ગામ માં જ અને ઇ એ વળી પાછું નશીબ જોગે જ જોવા મળે.બાકી અત્યાર ના આધુનિક યુગ માં તો ટીવી અને કોમ્પ્યુટરે ભેગા મળી ને બેહવાનું છીનવી લીધું, સિમેન્ટ કોંક્રીટ ના જંગલે ઘટાદાર વૃક્ષો છીનવી લીધા,શહેર માં વસવાની આંધળી દોટે ગામડા ભાંગી નાખ્યા, જેથી હવે આવતી પેઢી ને તો આવા સુંદર અને મનોરમ્ય દ્રશ્યો ફક્ત આવા ફોટાઓ માં જ જોવા મળશે. 248755_404810069596538_1231586012_n


Leave a comment

Categories