Posted by: rakholiya | December 15, 2010

સરદાર વિનાનાં ૬૦ વર્ષ


ગુજરાત તેની રચનાનું સુવર્ણજયંતી વર્ષ ઉજવે છે અને જન્મે ગુજરાતી એવા સરદારની વિદાયને થયા ૬૦ વર્ષ. છ દાયકામાં સરદારનું સ્મરણ સહજ રીતે થતું જ આવ્યું છે. ૧૯૫૦માં આજના દિવસે મુંબઇમાં દેહ છોડનારા સરદારના વિચારોની અનુભૂતિ અનેક રીતે થતી રહે છે. ભારતને આઝાદી મળ્યાને ‘પ્રૌઢકાળ’ થયો છે છતાં સરદારના વિચારો તરોતાજા અને એટલા જ પ્રસ્તુત છે. હર દર્દ કી દવા હતા સરદાર.

સરદારની ગેરહાજરીમાં ભારતે ૬૦ વર્ષ વિતાવ્યા. પળે પળે અને નીતિએ નીતિએ તેમની ખોટ વર્તાઇ. જાણે હમણાં કોઇ ઉકેલ આપશે!

વલ્લભભાઇથી આગળ તેમની સાથે અને તેમના પછી સંખ્યાબંધ લોકોએ ભારતના જાહેરજીવનમાં કામ કર્યું, પરંતુ સરદારની સરખામણી કોઇ સાથે થઇ શકે તેવું કોઇ પાત્ર આ રાજરંગમંચ પર નથી. મનોજ ખંડેરિયાનો શેર એપ્રોપ્રિએટ છે, ‘બધાનો હોઇ શકે સત્યનો વિકલ્પ નથી, ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી.’ ‘રાષ્ટ્રાય સ્વાહા’ જેવો મંત્ર વલ્લભભાઇના આત્મામાં વસતો!

૧૯૪૭માં અસ્તિત્વમાં આવેલા આ રાષ્ટ્રમાં સત્તાનશીન થયેલી સરકારોની ભૂલો તો અગણિત હશે પરંતુ કેટલીક મુખૉમીઓ પણ કેટલાક તબક્કે થઇ હતી અને તેમાંની યાદગાર મુખૉમી એટલે રાજીવ ગાંધીની સાથે જ વલ્લભભાઇ પટેલને ભારત રત્નના ખિતાબ માટે ‘લાયક’ ગણવા! રાજીવને આ ખિતાબ અપાયો તેનો પણ કોઇને વાંધો નહોતો કારણ કે કોંગ્રેસને તેના જીવતા નેતાઓ કરતાં દિવંગતો જ કામ આવ્યા છે તે ‘ઐતિહાસિક સત્ય’ છે.

આ દેશમાં વડાપ્રધાન તરીકે તો કોઇ પણ ચાલતાંઆવ્યા છે અને ચાલશે,પણ જે કામ સરદારે કર્યું તે સરદાર જ કરી શકે. આપણે એ કલ્પના ૬૪ વર્ષથી કહીએ છીએ કે સરદાર વડાપ્રધાન હોત તો? જે. આર. ડી. તાતાએ પણ કહ્યું છે કે જો સરદાર પટેલ વડાપ્રધાન હોત તો દેશનો નકશો કંઇક જુદો જ હોત! આવું બીજા ઘણા લોકોએ પણ કહ્યું છે.  હવે એ સમય નથી. હવે તો એવું જ વિચારીએ કે એકાદ એવા વડાપ્રધાન હોય જે ખરા અર્થમાં સરદાર વલ્લભભાઇ પટેલ હોય. ‘


Responses

  1. સરદાર એટલે સરદાર ! તેના જેવુ બીજુ કોઈ ના થઈ શકે ભાઈ….

  2. The iron man.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: