Posted by: rakholiya | June 18, 2010

કોમ્પ્યુટર સંદર્ભમાં વપરાતા ‘હાર્ડવેર’ અને ‘સોફ્ટવેર’ એટલે શું ?


કોમ્પ્યુટરની ક્રાંતિકારી શોધે ઘણા લોકોની જીવનશૈલી જ બદલી નાંખી છે. જુદાં જુદાં ક્ષેત્રોમાં તેનો ઉપયોગ વધતો જાય છે. કોમ્પ્યુટરના સંદર્ભમાં ‘હાર્ડવેર’ અને ‘સોફ્ટવેર’ આ બે શબ્દો આપણને વારંવાર સાંભળવા મળે છે. તેથી આ શબ્દો શું સૂચવે છે તે જાણીએ.

હાર્ડવેર : કોમ્પ્યુટરની અંદર અને બહાર જોડવામાં આવેલો ઈલેક્ટ્રોનિક, ઈલેક્ટ્રિકલ અને યાંત્રિક ભાગ એટલે ‘હાર્ડવેર’. તેમાં મુખ્યત્વે પ્રિન્ટર, પડદો અને યંત્ર વગેરેનો સમાવેશ થાય છે. કોમ્પ્યુટરનો પડદો, કી – બોર્ડ, મેગ્નેટિક ડિસ્ક, પ્રિન્ટર્સ વગેરે યંત્રોની ગણના હાર્ડવેરમાં થાય છે. માણસો સાથે સરખામણી કરવી હોય તો એવું કહી શકાય કે માણસનું શરીર એ હાર્ડવેર છે, જ્યારે આપણને કાર્યરત રાખનારી બુદ્ધિ એ સોફ્ટવેર છે.

એકલા કોમ્પ્યુટરથી કામ ચાલતું નથી, તેમાં ‘પ્રોગ્રામ’ અને ‘ડેટા’ સંઘરવા માટે કી – બોર્ડની જરૃર પડે છે. ટાઈપરાઈટરમાં જેવું ચાવીપટલ ઉર્ફે કી – બોર્ડ હોય છે, લગભગ તેવું જ કી – બોર્ડ કોમ્પ્યુટરમાં ‘કમાન્ડસ’ ટાઈપ કરવા માટે વપરાય છે. ડેટા દાખલ કરવા માટે પણ કી – બોર્ડ વાપરવું પડે છે. આપણે કેવી સૂચના કોમ્પ્યુટરને આપીએ છીએ તે જોવા માટે ‘મોનિટર’ ની પણ જરૃર પડે છે, જે કી – બોર્ડની માહિતીને તેમજ કોમ્પ્યુટરની ગણતરીને ‘ડિસ્પ્લે’ કરે છે, દર્શાવે છે. આપણે આપેલા ‘પ્રોગ્રામ’ નો અમલ થયા પછી જે તારણ કે નિષ્કર્ષ નીકળે છે તેને કાગળ પર છાપેલા સ્વરૃપમાં મેળવવા ‘પ્રિન્ટર’ ની જરૃર પડે છે. પ્રોગ્રામ અને ડેટા (DATA) સંઘરવા માટે ફ્લોપી ડિસ્ક, મેગ્નેટિક ટેપ વગેેરેની જરૃર પડે છે. આ બધાનો સમાવેશ હાર્ડવેરમાં થાય છે.

‘સોફ્ટવેર’ શબ્દ કોમ્પ્યુટર પ્રોગ્રામ્સ અને અન્ય સૂચનાઓ, હુકમો વગેરે સૂચવે છે. જો હાર્ડવેર જ ના હોય તો માત્ર સોફ્ટવેર એ એકડા વિનાના મીંડા સમાન છે. એ જ રીતે સોફ્ટવેર વિનાનું કોમ્પ્યુટર એ માત્ર પૂતળાં જેવું છે. હાર્ડવેર અને સોફ્ટવેર એ બંનેએ એકબીજાની સાથે ‘તાલ સે કદમ મિલાકે ચલો’ નો આદેશ પાળવો પડે છે. પેલી એક લંગડાં અને આંધળાંની જાણીતી વાત જેવો સહકાર બંનેએ અમલમાં મૂકવો પડે છે. સોફ્ટવેર વિનાનું કોમ્પ્યુટર લગડું ગણાય. જ્યારે હાર્ડવેર વિનાનું સોફ્ટવેર એ આંધળું ગણી શકાય. બંનેના સાથ વિના કોમ્પ્યુટર જાણે કે કોરુંધાકોર !

માહીતી માટે આભાર :-


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: