Posted by: rakholiya | June 18, 2010

એલિયન્સ : અડધી સદીની શોધયાત્રા


માપ્યા મપાય નહીં અને ફર્યા ફરાય નહીં એવડા બ્રહ્માંડમાં પૃથ્વી પર વસે છે, એવા સજીવો બીજે ક્યાંય હશે ખરાં? વર્ષોથી આ સવાલ ધૂમરાઈ રહ્યો છે. બરાબર ૫૦ વર્ષ પહેલા સંભવિત પરગ્રહવાસીઓને શોધવાના પ્રયાસો શરૂ થયા હતા. આજે અડધી સદી પછી ક્યાં પહોંચી છે એ ખોજયાત્રા?

બુદ્ધિશાળી સજીવો માટે બુદ્ધિપૂર્વકની ખોજ

૧૯૫૯માં એક સંશોધકો એ એવી શક્યતા વ્યક્ત કરી કે બ્રહ્માંડમાં આપણા સિવાય બીજે ક્યાંય સજીવો કેમ ન હોઈ શકે? એ શંકાને ગંભીરતાથી લેવાઈ કેમ કે બ્રહ્માંડમાં અબજો અબજો તારાઓ છે. અનેક તારાઓ પૃથ્વીના જન્મ પહેલાથી અસ્તિત્વ ધરાવે છે. પૃત્વી પર જીવન જનમ્યું એમ ત્યાં પણ સજીવો વિકસ્યા ન હોય એની શી ખાતરી? એપ્રિલ ૧૯૬૦માં ફ્રેંક ડેરેક અને પોલ હેરોવિટ્ઝ નામના સંશોધકો વેસ્ટ ર્વિજનિયામાં ૮૦ ફીટના વ્યાસનું એક રેડિયો ટેલિસ્કોપ ગોઠવી દૂર સુદૂરના આકાશમાંથી આવતા સિગ્નલો ચેક કરવાનું શરૂ કર્યું. ત્યારે ‘પ્રોજ્ક્ટ ઓઝમાં’ તરીકે શરૂ થયેલી એ શોધ આજે સર્ચ ફોર એકસ્ટ્રા ટેરેસ્ટિયઅલ ઇન્ટેલિજન્સ-સેટી (પરગ્રહમાં રહેતા બુદ્ધિશાળી જીવોની શોધ) નામે ઓળખાય છે. સેટી એલિયનને શોધવાનું સૌથી મોટું અભિયાન છે. ફ્રેન્કે તો વળી ૧૯૬૦માં પોતે સતત દોઢસો કલાક સુધી પરગ્રહવાસીઓના સંદેશા ઝીલ્યા હોવાનો દાવો કર્યો હતો, જે બાદમાં ખોટો સાબિત થયેલો.

અવિરત પ્રયાસો

પરગ્રહવાસીઓની શોધ માટે સેંકડો ટેલિસ્કોપ આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. આકાશમાં ઉપગ્રહો ધૂમે છે. અને કન્ટ્રોલરૂમમાં વિજ્ઞાનીઓ રાહ જુએ છે, કે ક્યારે કોઈ પરગ્રહવાસીઓ હલ્લો કહે… આપણે ત્યાં પશ્ચિમઘાટમાં પુના પાસે પણ આવું એક ટેલિસ્કોપ ગોઠવાયેલું છે, જે જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ (જીએમઆરટી) તરીકે ઓળખાય છે. એ ટેલિસ્કોપ મુંબઈ સ્થિત ટાટા ઇન્સિટટયૂટ ઓફ ફન્ડામેન્ટર રિસર્ચ ઓપરેટ કરે છે. રેડિયો ટેલિસ્કોપનું કામ દુર દુરથી આવતા ઈલેક્ટ્રોમેગ્નેટિક તરંગોની છાનબીન કરવાનું છે.

૧૯૮૪માં દક્ષિણ ધ્રુવ પરથી સાડા ચાર અબજ વર્ષ પુરાણી એક ઉલ્કા મળી આવી. તેનો અભ્યાસ કરતાં ૧૯૯૬માં એ ઉલ્કા પરથી અશ્મીભૂત અવશેષો મળ્યા. એ ઉલ્કા તો અવકાશમાંથી આવી હતી. જો તેમાં અતિ શુક્ષ્મ અશ્મિભૂત અવશેષો હોય તો પછી એ જ્યાંથી આવી ત્યાં પણ જીવન હોય ને!

આવાઝ દો કહાં હો તુમ

અચ્છા પરગ્રહવાસીઓ સંપર્ક ન કરે તો આપણે તો સામેથી કોન્ટેક્ટ કરવો જોઈએ ને! બસ એમ વિચારી એક ડિઝિટલ સંદેશો તૈયાર કર્યો, જેમાં માનવ શરીર, જીનેટિકલ ડેટા, સૂર્યમાળાનું સરનામુ વગેરે વિગતો મુકાઈ છે. એ સંદેશો મધ્ય અમેરિકી દેશ પુર્તો રિકોમાં આવેલા આર્સિબો ટેલિસ્કોપે શૌરિ નક્ષત્ર તરફ રવાના કર્યો છે. યોગ્ય ઠેકાણે સંદેશો પહોંચશે ત્યાં સુધીમાં  ૨૫૯૭૪ની સાલ આવી ચૂકી હશે.

રોંગ નંબર

૧૯૭૭માં પરગ્રહવાસીઓની તપાસમાં ટ્વિસ્ટ આવ્યો. ૧૫મી ઓગસ્ટની રાતે ૧૦:૧૬ કલાકે સેટી અભિયાન સાથે કામ કરી રહેલા ડો. જેરી એહમાને અમેરિકાના ડેલાવર શહેર પાસે આવેલા ‘બીગ ઈયર’ નામના રેડિયો ટેલિસ્કોપમાં ૭૨ સેકન્ડ લાંબુ એક સિગ્નલ ઝીલ્યું. એ સિગ્નલન ઉકેલ્યું તો અંગ્રેજીમાં WOW શબ્દ રચાતો હતો. મતલબ કે કોઈ પરગ્રહવાસી આ શબ્દ બોલ્યો હોવો જોઈએ. એ વખતે ચારે તરફ ઉત્તેજના ફેલાઈ ગઈ પણ પછી એ સિગ્લન વિશે કોઈ વધુ વિગતો મળી નહીં. એ સિગ્નલ ધનુ નક્ષત્રમાં ૨૨૦ પ્રકાશવર્ષ દુર આવેલા M-૫૫ નામના તારામાંથી આવ્યું હતું. એ ખરેખર પરગ્રહવાસીઓનો કોલ હતો કે પછી રોંગ નંબર તેની ભાળ આજે પણ નથી મળી.

ઇસરોએ આકાશમાં ૪૦ કિલોમીટર ઉંચે બલૂન છોડી હવાના કણો એકઠા કર્યા છે. તેમાં તપાસ કરતા ડો.જયંત નાર્લિકર અને તેની ટીમને પૃથ્વી પર ન જોવા મળતાં હોય એવા કેટલાક બેક્ટેરિયા મળી આવ્યા છે.કી દેશ પુર્તો રિકોમાં આવેલા આર્સિબો ટેલિસ્કોપે શૌરિ નક્ષત્ર તરફ રવાના કર્યો છે. યોગ્ય ઠેકાણે સંદેશો પહોંચશે ત્યાં સુધીમાં ઇસવીસન ૨૫૯૭૪ની સાલ આવી ચૂકી હશે.

મંગલ મંગલ મંગલ હો

બુદ્ધિશાળી સજીવોનો સૌથી રસપ્રદ કિસ્સો મંગળના કિસ્સમાં બન્યો છે. ૧૮૭૭માં ઇટાલિયન વિજ્ઞાની જિઓવાન્ની શિયાપારેલીએ ટેલિસ્કોપ મંગળ તરફ તાક્યું અને મંગળની ખરબચડી સપાટીનો અભ્યાસ કર્યો. તેમાં તેને મંગળ પર સમુદ્રી ખાડી જેવો વિસ્તાર દેખાયો જેના માટે જિઓવાન્નીએ ઇટાલિયન શબ્દ ‘કેનાલી’ વાપર્યો. એ અભ્યાસનું અંગ્રેજી ટ્રાન્સલેસન કરનારે કેનાલી શબ્દનું ‘કેનાલ’ કરી નાખ્યું! બસ વા વાયો ને નળીયું ખસ્યુંની માફક બધે ચર્ચા શરૂ થઈ મંગળ પર કેનાલ હોય તો તેનું બાંધકામ કરનારા બુદ્ધિશાળી સજીવો પણ હોય ને! એ માન્યતાની આગમાં પવન ૧૯૦૮માં અમેરિકન ખગોળશાસ્ત્રી ર્પિસવલ લોવેલે ફૂંક્યો. તેણે તો મંગળ પર ૪૩૭ કેનાલો ગણી કાઢી. એચ.જી.વેલ્સ સહિતના વિજ્ઞાનકથા લેખકો મંગળ પર સજીવો હોવાની વાત લખી ચૂક્યા હતા એટલે બધાને લાગ્યું કે મંગળ પર સજીવો છે જ! એ માન્યતા કેટલી દૃઢ હતી તેનું એક ઉદાહરણ જૂઓ. ૧૯૦૦ની સાલમાં પેરિસમાં પરગ્રહવાસીઓ સાથે સંપર્ક સાધી બતાવે તેના માટે એક લાખ ફ્રાન્કનું ઇનામ રખાયું. એ સ્પર્ધામાં શરત એવી હતી કે મંગળના સજીવો સાથે સંપર્ક કરો તો એ માન્ય નહીં ગણાય! કારણ? કારણ કે ત્યારે મંગળવાસીઓનો સંપર્ક કરવો સહેલો ગણાતો હતો! ૧૯૬૦-૭૦ના ગાળામાં મંગળ પર પૃથ્વી પરથી રવાના થયેલા યાનો પહોંચ્યા ત્યારે ખબર પડી કે ત્યાં તો વેરાન થયેલા ઉપવન જેવી હાલત છે, સજીવનું નામો નિશાન નથી.

હા કે ના?

૨૪૦૦ વર્ષ પહેલાં ગ્રીસના પ્રકૃતિ વિજ્ઞાની મેટ્રોડોરસે કહેલું: ‘બ્રહ્માંડમાં ફક્ત પૃથ્વી પર જ જીવ સૃષ્ટી હોય એમ માનવું એ સમગ્ર ખેતરમાં બિયારણ નાખ્યા પછી એક જ દાણો ફૂટે એમ કહેવા બરાબર છે.’ તો વળી અમેરિકા માટે પહલો અણુ બોમ્બ બનાવનારા વિજ્ઞાની એનરીકો ફર્મીએ કહેલું કે જો ખરેખર પરગ્રહવાસી હોય તો તેની હાજરીના કોઈ નક્કર સંકેતો કેમ મળતા નથી. ફર્મની એ વાત આજે ફર્મી પેરાડોક્સ (વિરોધાભાસ) તરીકે ઓળખાય છે.

માહીતી માટે આભાર :-


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: