Posted by: rakholiya | April 23, 2010

લસણિયા બટાટા


લસણિયા બટાટા


સામગ્રી:-

1]   1 કપ ચણાનો લોટ

2]   ¼ ચમચી હળદર

3]   2 ચમચા તેલ

4]   ¾ ચમચી લાલ મરચું

5]   ½ કપ દહી

6]   લસણની 10 કળી [કાપેલી]

7]   1 ચમચી જીરુ

8]   2 ચમચી ધાણાજીરુ

9]   300 ગ્રામ બેબી બટાટા

10]  1 મોટો ચમચો સમારેલી કોથમીર

11]  ½ ચમચી ગરમ મસાલો

12]  તળવા માટે તેલ

13]  સ્વાદાનુસાર મીઠું

રીત:-
*   બટાટાને ધોઈને વચ્ચે કાપો મુકો [અડધા ન થાય તેનું ધ્યાન રાખવું]

*   એક કઢાઈમાં તેલ મૂકી ગરમ કરી આ બટાટાને મિડિયમ આઁચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

*   બીજી કઢાઈમાં 2 ચમચા તેલ મૂકી તેમાં જીરુ ગરમ કરો.

*   જીરુ ગરમ થયે [જીરુ તડતડ નહીં થાય] તેમાં લસણ ઉમેરી થોડીવાર સાંતળો.

*   ત્યારબાદ તેમાં ચણાનો લોટ ઉમેરી ધીમા તાપે થોડીવાર શેકો.

* ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરી થોડીવાર સાંતળો.

*  ત્યારબાદ તે કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી તેમાં દહીં અને થોડું પાણી ભેળવી સારી રીતે મિક્સ કરો.

*  તેમાં સ્વાદાનુસાર મીઠું ભેળવો.

*  તેને ફરીથી ગેસ પર મૂકી થોડીવાર સાંતળો.

*  હવે તેમાં કોથમીર અને તળેલા બટાટા ઉમેરી થોડીવાર ધીમી આઁચે સાંતળો.

*  પીરસતી વખતે વધેલી કાપેલી કોથમીરથી શણગારો.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: