Posted by: rakholiya | April 20, 2010

હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ !


હાજી કાસમની વીજળી’ની વાતો તો ઘણાએ સાંભળી જ હશે..!

પાછા સાંભળીએ વીજળીની એ કરુણ દાસ્તાન…

“હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ

કાસમ, તારી વીજળી !
“રઢિયાળી રાત ” સંપાદક—ઝવેરચંદ મેઘાણી

બ્રૂહદ આવ્રૂત્તિ 1997, પાનું ક્રમાંક 280 થી 282 [‘વીજળી’ નામની આગબોટ એની અગિયારમી મુસાફરીમાં કચ્છ અંજારથી મુંબઇ જતાં, રસ્તામાં મ્હુવાની નજીક ડૂબી ગઇ, તેનું આ કરુણ બયાન છે. રાવણહથ્થાવાળા નાથાબાવાઓ તો આ ગીત ગાઇને શ્રોતાજનોને રડાવે છે.’વીજળી’ જેવી સમર્થાઅગબોટની મુસાફરી, એના માલિકનો ગર્વભર્યો ઉછરંગ, શેઠ-શાહુકારોને સલહેલગાહ કરવાના મનોરથો, અને તેર-તેર તો મુંબઇ પરણવા જતા કેસરિયા વરરાજાઓ: ત્યાર પછી એ મધદરિયાનાં વાવાઝોડાં:બેસુમાર પાણી:ડૂબવા સમયની ડોલાડોલ: ખારક્વાઓની દોડાદોડ:દેવદેવીઓની માનતા કરતાં મુસાફરો: કેસરિયા વરરાજા સુધ્ધાં તમામ પ્રવાસીઓની જળસમાધિ: મુંબઇને કિનારે પેલી પીઠીભરી કન્યાઓનાં ભેદક કલ્પાંત: અને બાર-બાર મહિના સુધી એ ડૂબેલા માડીજાયાઓને માટે બહેનોનું છાતીફાટ આક્રંદ: એ તમામ ચિત્રો સચોટ છે.]

હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ!
શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ!

ભુજ અંજારની જાનું રે જૂતી
જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0
દેશપરદેશી માનવી આવ્યાં,
જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0
દશબજે તો ટિકટું લીધી
જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0

તેર તેર જાનું સામટી જૂતી,
બેઠા કેસરિયા વર.—કાસમ, તારી0
ચૌદ વીશુંમાંય શેઠિયા બેઠા
છોકરાંનો નૈ પાર.—કાસમ, તારી0

અગિયાર બજે આગબોટ હાંકી
જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0
બાર બજે તો બરોબર ચડિયાં
જાયછે મુંબઇ શે’ર.—કાસમ, તારી0

ઓતર દખણના વાયરા વાયા
વાયરે ડોલ્યાં વા’ણ.—કાસમ, તારી0
મોટા સાહેબની આગબોટું મળિયું
વીજને પાછી વાળ્ય.—કાસમ, તારી0

જહાજ તું તારું પાછું વાળ્યે
રોગ તડાકો થાય.—કાસમ,તારી0
પાછી વાળું, મારી ભોમકા લાજે. !
અલ્લા માથે એમાન. –કાસમ, તારી0

આગ ઓલાણી ને કોયલા ખૂટ્યા.
વીજને પાછી વાળ્ય.—કાસમ, તારી0
મધદરિયામાં મામલા મચે
વીજળી વેરણ થાય.—કાસમ, તારી0

ચહ(1)માં માંડીને માલમી જોવે
પાણીનો ના’વે પાર.—કાસમ, તારી0
કાચને કુંપે કાગદ લખે(2)
મોકલે મુંબઇ શે’ર—કાસમ, તારી0

હિન્દુ મુસલમીન માનતા માને
પાંચમે ભાગે રાજ.—કાસમ, તારી0
પાંચ લેતાં તું પાંચસે લેજે
સારું જમાડું શે’ર.—કાસમ, તારી0

ફટ ભૂંડી તું વીજળી! મારાં
તેરસો માણસ જાય.—કાસમ, તારી0
વીજળી કે મારો વાંક્ક નૈ, વીરા
લખિયલ છઠ્ઠીના લેખ..—કાસમ, તારી0
તેરસો માણસ સામટાં બૂડ્યાં
બૂડ્યા કેસરિયા વર.—કાસમ. તારી0

ચૂડી એ કોઠે દીવા જલે ને
જુએ જાનું કેરી વાટ.—કાસમ. તારી0
મુંબઇ શે’રમાં માંડવા નાખેલ
ખોબલે વેં’ચાય ખાંડ.—કાસમ, તારી0

ઢોલ ત્રંબાળુ ધ્રુસકે વાગે
જુએ જાનુંની વાટ.—કાસમ, તારી0
સોળસેં કન્યા ડુંગરે ચડી
જુએ જાનુંની વાટ.—કાસમ, તારી0

દેશદેશથી તાર વછૂટ્યા
વીજળી બૂડી જાય.—કાસમ, તારી0
વાણિયો વાંચે ને ભાટિયા વાંચે
ઘર ઘર રોણાં થાય.—કાસમ, તારી0

પીઠી ભરી તો લાડડી રુએ
માંડવે ઊઠી આગ.—કાસમ, તારી0
સગું રુએ એનું સાગવી રુએ
બેની રુએ બાર માસ.—કાસમ, તારી0

મોટાસાહેબે(3) આગબોટું હાંકી
પાણીનો ના’વે પાર.—કાસમ, તારી0
મોટા સાહેબે તાગ જ લીધા
પાણીનો ના’વે પાર. –કાસમ, તારી0
સાબ મઢ્યમ બે દરિયો ડોળે
પાણીનો ના’વે તાગ.—કાસમ, તારી0

(1)ચશ્માં (2) પૂર્વે આગબોટો ડૂબવાની થતી ત્યારે કાચના સીસામાં એ ખબરવાળા કાગળો બીડીને સીસા સમુદ્રમાં તરતા મૂકવામાં આવતા.(3)પોરબંદરના એડમિનિસ્ટ્રેટર લેલી સાહેબ ‘વીજળી’ની શોધે નીકળ્યા હતા.’વીજળી’ની એ ખેપમાં ફકીર મહંમદ નામે પહેલો દેશી કપ્તાન હતો. દેશી તરીકે પોતાની નામોશી ન થાય તે સારું થઇને જ એણે ‘વીજળી’ પાછી ન વાળી.

And

http://www.mid-day.com/

Freedom fighter’s kin keen on making Indian Titanic

By: Rinkita Gurav Date: 2010-08-15 Place: Mumbai

Shipping tycoon Haji Kasam’s great granddaughter is keen to make a film on the dramatic sinking of his fastest ship, Titanic-style

Sharifa Soubani looks at a photo of great grandfather Haji Kasam. PIC/ Nimesh Dave
Haji Kasam

Most Gujaratis must have heard the song Haji Kasam tari Vijli at some point in their lives. What they may not know is the inspiration behind the famous folk song. It was a song written after a man named Haji Kasam, and his ship, Vijli, that sank in the Arabian Sea in 1888.

Vijli was a steamer carrying 798 passengers travelling from Mumbai to Mandvi, and sank 20 km off the Mangrol coast. This incident occurred 22 years before the Titanic sank, giving India its own sea tragedy.

Though there are no official records available, several poems and a book called Vijli Haji Kasamni by Darshak Itihas Nidhi have been written on the episode. Now, Haji Kasam’s great granddaughter Sharifa Sobuani (75), a resident of Yari Road, Andheri, is keen to make a movie on her great grandfather’s life. Soubani says, “It was India’s own Titanic. The passengers on it were newly married couples, families and students. It will be my way of letting the world know about my great grandfather who built 99 ships, of which Vijli was the fastest.”

Soubani has documented various facts related to her family history, their shipping business and properties they owned in and around Mumbai.

Soubani had once approached noted filmmaker Shyam Benegal, but she returned disappointed. “Six years ago, I discussed details with Benegal but he returned the documents saying he was busy with three films already,” says Soubani, who claims the director is known to the family.

According to her, a poor man blessed Haji Kasam while on a journey to Mumbai, and predicted that he will build 99 ships, and turn into a rich businessman. It all came true for him, but family disputes later down the years led to a loss of fame and fortune.

Soubani’s father Haji Yusuf Agboatwala may have died early at the age of just 46 years, but he spent his life fighting for India’s freedom, and participated in the Khilafat Movement. “During the Hindu-Muslim riots post partition, he drove around in his truck, picking up the injured and transporting them to hospitals.

Since Agboatwala was not registered as a freedom fighter, Subani does not enjoy the privileges the government offers.

Haji Kasam was a zamindar who held prominence between Borivali and Dahisar, and operated  out of an office at Abdul Rehman Street in Mumbai. The family lived in the plush area of Malabar Hill, and owned weekend bungalows in Matheran and Mahableshwar. Haji Kasam Chawl in Mumbai Central is named after him.

Download  “હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ”  .MP3

આભાર: ટહુકો.કોમ, Gopal Parekh,માવજીભાઈ, in.com,Divya Bhaskar,MiD DAY.COM


Responses

 1. Haji Kasam Tari Vijali E To Kutchhi Mandu o ni Titanic Hati,Aa Rachna Mukva Badal & Badha loko mate Aa Rachna ni Mp3 ni Download Link Mukav badal Khub Khub Aabhar

  • Thank you so much for putting this song on MP3 Player. I have heard it for the first time in my lfe and I am so excited, because Haji Kasam was my Great Great grandfather and the beautiful lady in the picture above is my Aunty.

   I just came across it today when I was googling his name and am so thrilled to say the least. I had always heard about this song in my childhood, from my parents but had never heard it before.

   I do have a copy of his book ” Haji Kasam Taari Vijli” written by GUNWANTRAI AACHAYA. I have forwarded the link to my whole family so they all can enjoy it too. I hope one day we can make a movie about him like Titanic, like my aunt says.

   Thanks again for posting it online.
   Shehnaz Bidiwala

 2. Aava Bija Gujarati Lokgeet & Geet ni Mp3 Download Link update karta rahe jo

 3. Aa ghatana kyare bani ane aa vise koi book publish thai chhe ke kem te kaheva vinanti.

  • ઝવેરચંદ મેઘાણી સંપાદિત પુસ્તક ‘રઢિયાળી રાત’ ,
   “હાજી કાસમ તારી વીજળી” લેખક ગુણવંતરાઇ આચાર્ય,
   આ બનાવ લગભગ વિક્રમ સંવત ૧૯૪૫ ના કારતક ની અજવાળી પાંચમ ને ગુરુવાર ના રોજ નો છે

 4. One kutchchi poem(“khali mokalaye mathada mali mokalaye ansit anyo vanjan vera……”) on kasam tari vijali , a folk song is this with said ship!

  From where ,we can get above poem., ihave heard this poem in about 1964.

 5. u can read this as poem in gujrati of 12th.

 6. a event of great sorrow !!!

 7. HAJI KASAM NI VIJLI MADHWAAD MA DUBI CHE……….

 8. Thanks for this song , if you have video of this song please send me on my mail address rahul_makwana456@yahoo.co.in

 9. pls tell me the site or movie name of this song


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: