Posted by: rakholiya | April 13, 2010

રાષ્ટ્રીય પક્ષી મોરની હત્યા માટે દંડ અને જેલ થઈ શકે


વિદેશમાં મોરના એક પીંછાનો ભાવ રૂ.૫૦૦,પીંછાની જંગી માગથી રાષ્ટ્રીય પક્ષીનો બેફામ શિકાર

રાષ્ટ્રીય પક્ષી મોરના શિકાર પર પ્રતિબંધ છે  તેના પીંછાના ઉપયોગ પર કોઇપણ જાતની પાબંદી ન હોવાના કારણે મોર હવે શિકારીઓના નિશાના પર આવી ગયા છે. કાયદાની છટકબારીનો લાભ લઇને પીંછાની મોટાપાયે દાણચોરી કરવામાં આવે છે તેના કારણે મોરનો શિકાર કરવામાં આવતો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. શિકારીઓ મોરના પીંછામાંથી પૈસા કમાવવા માટે નવો કીમિયો અજમાવી રહ્યાં છે. જેમાં તેઓ ઝેરયુક્ત દાણા નાખીને મોરની હત્યા કરે છે.

ત્યારબાદ તેના પીંછા ખેંચી લે છે. વિદેશમાં મોરના એક પીંછાના ૮ થી ૧૦ ડોલર એટલે કે ૪૫૦થી ૫૦૦ રૂપિયા ઉપજે છે. રાજ્યમાં કેટલાક સ્થળે સ્થાનિક લોકોને પણ ખબર ન હોય તે રીતે અમુક એજન્ટો દ્વારા તેના નિકાસનો કરોડોનો કારોબાર ફેલાયેલો છે.

વન્યજીવોની રક્ષા માટે મેનકા ગાંધીની સંસ્થા ‘પીપલ્સ ફોર એનિમલ્સ’ (પીએફએ)ના રાજસ્થાનના પ્રદેશ પ્રભારી બાબુલાલ જાજુએ ‘ દિવ્ય ભાસ્કર’ સાથેની એક ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ધોરણે પણ વિવિધ પ્રકારના ફેન્સી ઉત્પાદનોમાં મોરનાં પીંછાનો ઉપયોગ વધતા માગ વધી હોવાથી મોરનાં પીંછાની દાણચોરીને છેલ્લા કેટલાક સમયથી પ્રોત્સાહન મળી રહ્યું છે.

જેનું મુખ્ય કારણ રાજસ્થાન, ગુજરાત સહિત સમગ્ર દેશમાં મોરનાં પીંછાનાં ખરીદ-વેચાણ પર કેન્દ્ર સરકારનું કોઇ નિયંત્રણ નહીં હોવાની બાબત મુખ્ય છે. જો કે, તેનો ફાયદો મોરનાં પીંછાની દાણચોરી કરતાં શિકારી ઉઠાવી રહ્યાં છે. મોરના માંસથી જાતિય શકિત વધે છે તેવી ખોટી માન્યતાને લીધે પણ મોરનો શિકાર કરે છે.

મહત્ત્વની વાત એ છે કે, રાજસ્થાન ભીલવાડાના હેમન્તકુમારે મોરનાં પીંછાનાં ખરીદ- વેચાણ અને પરિવહન અંગે લખેલા પત્રના જવાબમાં કેન્દ્રીય પર્યાવરણ અને વનમંત્રાલયે જવાબી પત્રમાં ભારતમાં મોરનાં પીંછાના ખરીદ-વેચાણ પર ખુલ્લી છૂટ હોવાનું જણાવ્યું હતું, જે મોરોના શિકારની મૌન સ્વીકૃતિ સમાન છે. તેથી તેના પર પ્રતિબંધ લગાવવો જોઇએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘પીપલ્સ ફોર એનિમલ્સે’ મોરના અસ્તિત્વ પર ઊભા થયેલા જોખમને ઘ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર સમક્ષ રાષ્ટ્રીય પક્ષી મોરનાં પીંછાના ખરીદ-વેચાણ અને પરિવહન પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. તેમજ જયાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા કોઇ નક્કર પગલાં નહીં લેવામાં આવે ત્યાં સુધી વિરોધ કરવા આંદોલન સાથે જરૂર પડયે સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ કરવામાં આવશે.

અમદાવાદ ડિસ્ટ્રિકટના આરએફઓ જે.પી.પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં આશેર ૧૭૫૦ જેટલા મોર છે. છેલ્લા એક વર્ષમાં ૮૯ મોરનાં બચ્ચાંને બચાવાયાં છે. મોરનાં મૃત્યુ બાદ કરાયેલા પોસ્ટમોર્ટમમાં મૃત્યુનું કારણ બસ સાથે ભટકાવવાથી કે કુદરતી મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

મોરની હત્યા માટે દંડ અને જેલ થઈ શકે

રાષ્ટ્રીય પક્ષી મોરની હત્યા કરનારને એકથી સાત વર્ષની જેલની સજાની જોગવાઇ છે. તેમ છતાં શિકારીઓ પર પોલીસની ઢીલી પક્કડ અને વન અધિકારીઓની બેદરકારીને કારણે મોરના શિકાર હજુ પણ ચાલુ છે.

પીંછાની વિદેશમાં ડિમાન્ડ

ફ્રાંસ, ઇટાલી, ડેન્માર્ક અને અમેરિકામાં મોરનાં પીંછાનો વિવિધ પ્રકારના ઉત્પાદનોમાં ઉપયોગ કરવાનું ચલણ વધી રહ્યું છે. જેને કારણે આ દેશોમાં મોરનું એક પીંછુ ૮થી ૧૦ ડોલર એટલે કે રૂ. ૪૫૦થી ૫૦૦માં વેચાય છે.

જેલમાં જવું હોય તો ઘરમાં કાચબા પાળજો

સારા આયુષ્ય તેમજ સુખ સમુદ્ધિ માટે કેટલાક વાસ્તુ શાસ્ત્રી ઘરમાં કાચબો પાળવાની કે રાખવાની સલાહ આપે છે. તેમજ કેટલાક લોકો કાચબાના માંસ માટે તેનો શિકાર કરતા હોવાના કારણે કાચબાની પ્રજાતિઓ પર જોખમ ઊભું થયું છે. પૂરતી દેખરેખ ને અભાવે કાચબા મૃત્યુ પામે છે. જે એક ગુનો છે, જેના માટે કાયદામાં સાત વર્ષનો કારાવાસ અને રૂ. ૨૫ હજારના દંડની જોગવાઇ છે.

આભાર : દિવ્ય ભાસ્કર


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: