Posted by: rakholiya | April 12, 2010

જનનીની જોડ સખી! નહી જડે રે લોલ


મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ

એથી મીઠી તે મોરી માત રે

જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,

જગથી જુદેરી એની જાત રે …

જનનીની અમીની ભરેલ એની આંખડી રે લોલ,

વ્હાલનાં ભરેલાં એના વેણ રે …

જનનીની હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,

હૈયું હેમંત કેરી હેલ રે …

જનનીની દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,

શશીએ સિંચેલ એની સોડ્ય રે …

જનનીની જગનો આધાર એની આંગળી રે લોલ,

કાળજામાં કૈંક ભર્યા કોડ રે …

જનનીની ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,

પળના બાંધેલ એના પ્રાણ રે …

જનનીની મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,

લેતા ખૂટે ન એની લહાણ રે …

જનનીની ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,

અચળા અચૂક એક માય રે …

જનનીની ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,

સરખો એ પ્રેમનો પ્રવાહ રે …

જનનીની વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,

માડીનો મેઘ બારે માસ રે …

જનનીની ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,

એનો નહિ આથમે ઉજાસ રે જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

– દામોદર બોટાદકર


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: