Posted by: rakholiya | March 30, 2010

એ, હાલો! આજે વનનાં રાજાનાં ગીત ગાઈએ


સિંહ ઉપર સંગીતની અસર થતી નથી. સિંહ ભૂખ્યો થાય ત્યારે જ શિકાર શોધે છે. સિંહણનું બચ્ચું ચાર લિટર દૂધ ધાવી શકે છે. સિંહની ઉંમર તેની ત્રાડ ઉપરથી પરખાય છે.


સિંહ ચાલીસા
શક્તિ પૂંજ સમદેહ ભયો, ભયો શૌર્ય માર્તન્ડ
સૃષ્ટિ સઘળી સ્તબ્ધ ભયી ભયી તવ ત્રાડ પ્રચંડ
જય જય જય સિંહ શોર્ય સહસ્ત્ર
નિશિત દંત, નખ, ત્રાડ હી શસ્ત્રા
સૌરાષ્ટ્રે ગીર વસતો તું છે
શોર્ય પ્રવાહ ધસમસતો તું છે
પંજામાં પંચ શક્તિ વિરાજે
વનરાજ બિરુદ એક જ છાજે.

ભગવાન કૃષ્ણે યુદ્ધનેક્ષેત્રે અર્જુન નબળો પડેલો ત્યારે ભગવાન કૃષ્ણે કહેલું કે પ્રાણીઓમાં હું સિંહ છું! સૌરાષ્ટ્રમાં જ નહીં, ગુજરાત જ નહીં પણ પૂરા ભારત ના બીજા સિંહ એટલે ણા સરદાર ટે.

સંસ્કૃતમાં સિંહ એટલે હિંમતવાન, ભયરહિત અને અફાટ બળનું પ્રતીક ગણાય છે. એટલે જ શીખ ગુરુ ગોવિંદસિંધે શીખો માટે તેના નામ પાછળ સિંહ લગાડવાનું ફરજિયાત બનાવેલું. આ સિંહોની ૨૧મી સદીમાં શું દશા છે? દિલ્હીનો કલમનો સિંહ સરદાર કુલદીપસિંહ બુઢ્ઢો થયો છે તે કલમના નહોર અને ગપ્પાં (તેના પુસ્તક નામ ‘માલિસિયસ ગોસિપ’) ચલાવે છે. ક્રિકેટર નવજ્યોતસિંઘ સિદ્ધુ ટીવી ઉપર પાળેલા સિંહની જેમ માત્ર જીભ પટપટાવે છે.

અમે સૌરાષ્ટ્રવાસી તરીકે સિંહને સાવજ કહીએ છીએ. સમ્રાટ અશોકે અમારા સિંહને ઘ્યાનમાં લઈને સારનાથના સ્તંભમાં સિંહને અમર કર્યો. ભગવાન બુદ્ધે આ સિંહના પ્રતીક નીચે પ્રથમ પ્રવચન આપેલું. આજે ભારતના રાષ્ટ્રચિહ્નમાં સિંહો છે. કવિ ત્રિભુવન વ્યાસે સૌરાષ્ટ્રની ધરતીનાં ગુણગાન ગાયેલાં તેમાં ભેંસો, ગાયો અને સિંહ તેમ જ ઘોડાને પણ ભૂલ્યા નથી.

ભગર ભેંસો વડી હાથણી જેવડી
ઘેનુ જ્યાં સિંહ સમુખ ધસતી
ઘોડીઓ માણકી તીખી તેજલસમી…

ગીર ના સિંહ વિશેના જાણકાર એક વા ભાણાભાઈની વાત સાંભળો:

(૧) સિંહણનું દૂધ માત્ર સિંહણનાં બરચાં જ ધાવી શકે. જો માણસ પીવે તો તે પચાવી શકે નહીં. ઝાડા થાય. આંતરડાં તૂટી જાય. પણ આંખમાં ફૂલું પડ્યું હોય તો સિંહણનું દૂધ આંજવાથી આંખ તેજ થાય છે. સિંહણનો પેશાબ દમ મટાડે છે.

(૨) સિંહણનો પેશાબ મેળવવો કઈ રીતે? સિંહ કે સિંહણ પેશાબ કરીને ચાલ્યાં જાય પછી તે જંગલની માટીને એકઠી કરી લેવાય છે. એ માટીને પછી પાણીમાં નાખીને તેને ગાળીને તે પાણી દર્દીને પિવડાવાય છે તેથી સોરઠની કુંવારી માટી અને સિંહનો પેશાબ એક ઔષધ બની જાય છે. અમને ગીરમાં જ જાણવા મળ્યું કે સૌરાષ્ટ્રમાં ઝરખ નામનું ક્રૂર પ્રાણી છે. તેની વિષ્ટા ગરમ કરીને શરીરના સાંધા દુખતા હોય ત્યાં લગાવવાથી વા મટી જાય છે. સાસણમાં ઘણી ઝરખની વસતિ હતી. હવે નથી.

(૩) સાસણનું જંગલ તો જાણે આયુર્વેદની ઔષધિનું ભંડાર છે અને મરડો મટાડનારા કડવા ઈન્દ્રજવ અહીં થાય છે. વળી ત્રિફળાચૂર્ણમાં હરડાં વપરાય છે તે અહીં પાકે છે. હે મારા યુવા વાચકો! તમે એક વખત તો સાસણ જરૂર જઈ આવજો. ભલે હવે ૩૦૦ સિંહ રહ્યા હોય તે નષ્ટ થાય તે પહેલાં જઈ આવજો.

સિંહ ઉપરાંત ઘણાં વન્ય પાણી જોવા મળશે. કેનેડાનો પ્રાણીશાસ્ત્રી વિદ્વાન પાઉલ જોસલીન અહીં આવીને સિંહ ઉપર પીએચ.ડી. કરીને ડોકટર થયો હતો. તેણે ગીરના રેસ્ટ હાઉસમાં રહી બાજરાના રોટલા ખાધેલા. ઈંદિરા ગાંધીએ પણ વેરાવળના ઝિંઘા કે માછલીને બદલે રીંગણાનો ઓળો, લસણની ચટણી સાથે બાજરાનો રોટલો ખાધેલો.

(૪) બીબીસીના મશહૂર પત્રકાર રત્નાકર ગીરમાં આવીને રૂ. બે લાખના ખર્ચે સિંહનો રિપોર્ટ તેમ જ ટેપ ઉપર સિંહની ત્રાડો અંકિત કરી ગયેલા. ફિલ્મસ્ટાર ભારત ભૂષણ રાજ કપૂરનો સાળો પ્રેમનાથ અને અમેરિકન એલચી ગોલબ્રેથ પણ સિંહ જોઈ ગયા છે. આશા પારેખને ગુજરાતના તે સમયના ચીફ સેક્રેટરી દલાલે ગીરની સિંહણ બતાવેલી. તે પછી તે સિંહણનું નામ આશા પારેખ રાખેલું. આજે એ અમારી કપોળ સિંહણ જૂહુની બોડમાં એકલી છે પણ પહેલાં જેવી જ ગર્જના કરે છે. વટથી રહે છે.

સિંહને જોવા આવનારા ઘણા મુંબઈગરા અને ‘કઢી-ભાત’ ખાનારાને સિંહની ત્રાડ સાંભળી તાવ આવી જતો. સિંહને જોવા માટે જંગલી પાડો શિકાર માટે રખાતો. સિંહ પાડાનો શિકાર કરવા આવે ત્યારે જ સિંહ જોવા મળે. એક સિંહે લાયન શોમાં પાડાને ફાડી ખાધો ત્યારે એક અહિંસક જૈન બેભાન બની ગયેલો.

સાસણ નજીક એક કેનેડાપુર ગામ છે. ત્યાં સરકારી ગેસ્ટ હાઉસ છે. પ્રમુખ કેનેડી ઉપરથી નહીં પણ જૂનાગઢના નવાબના સમયમાં અંગ્રેજ વાઈસરોય નામે કેનેડી અહીં સિંહ જોવા આવેલો ત્યારે તો જે ગામે ઊતર્યોતેનું નામ કેનેડાપુર પડી ગયું હતું.

(૫) ‘સિંહ’ એટલે માત્ર હિંમતવાન જ નહીં. સિંહ તો પ્રેમી પણ ખરો. માન્યામાં ન આવે તેવી વાત ગીરના માલધારી (ગાયપાલક-ભેંસપાલક) કહે છે. એક સિંહનું નામ કૃષ્ણ ઉપરથી ગોવિંદો રાખેલું તેની સિંહણ મરી ગઈ ત્યારે માથા પછાડી પછાડીને ગોવિંદો મરી ગયેલો. ભાણાભાઈએ કહેલું કે સિંહ ઉપર સંગીતની કોઈ અસર થતી નથી. સિંહ ૨૦ કિલો સુધીનું માસ ખાઈને પછી એક સપ્તાહ સુધી ભૂખ્યો રહી શકે છે.

ભૂખ્યો થાય ત્યારે જ શિકાર શોધે છે. સિંહણનું બચ્ચું ચાર લિટર દૂધ ધાવી શકે છે. સિંહની ઉંમર તેની ત્રાડ ઉપરથી પરખાય છે. સાસણમાં હવે સિંહ ત્રાડ નિષ્ણાતો રહ્યા નથી. શું કામ? બિચારા સિંહની ત્રાડ પણ હવે ૨૧મી સદીના ‘સિંઘો’ અને ‘સિંહો’ જેવી થઈ ગઈ છે.

સિંહ-સિંહણ, રતિક્રીડા કરતાં હોય ત્યારે સિંહની ત્રાડ એક માઈલ લાંબે સંભળાય છે. કબૂતરો રતિક્રીડા વખતે ઘૂ ઘૂ ઘૂનો એક વિચિત્ર પ્રકારનો અવાજ કરે છે, અસ્સલના માનવી પણ રતિક્રીડા કરતો ત્યારે?..તમે જ અનુભવથી કહી શકો છો. આજે સિંહ પાસેથી આપણે શીખવું જોઈએ કે પત્નીને સુવાવડ આવે પછી અમુક દિવસ સંયમ રાખવો જોઈએ તે માનવ રાખતો નથી. પણ સુવાવડી સિંહણને સિંહ મોં બતાવતો નથી.

ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહ અને તેના નાનાભાઈ નિર્મળકુમાર સિંહજી વાઘ, દીપડા, ચિત્તા પાળતા. પણ સિંહ? મારા બચપણમાં મેં કૃષ્ણકુમાર સિંહજી ગોપનાથ આવતા ત્યાં દીપડાને લાવતા પણ સિંહને જોયો નથી. ઉપર મેં સુરેન્દ્રનગરના ડો. નરેન્દ્ર રાવલે રચેલા સિંહચાલીસામાંથી થોડીક પંકિત લીધી છે. તેણે સિંહનો ખૂબ નિકટથી અભ્યાસ કર્યો છે. ઝાઝી સિંહ પણ સિદ્ધાંતવાદી જનાવર છે.

મરેલા શિકારને કે બીજાએ મારેલા શિકારને સિંહ નહીં ખાય! સિંહની ચાલમાં ગૌરવ હોય છે-કુટુંબભાવના હોય છે. કોઈ પ્રાણીનો શિકાર કરીને તે કદી એકલો એકલો નહીં ખાય. કુટુંબી-મિત્રો અને બીજા સિંહ ભેગા કરીને ખાશે. સિંહમાં અદ્ભુત તાકાત છે. તે આવતીકાલની ચિંતા કરતો નથી. તાજો શિકાર જ ખાય છે.

Advertisements

Responses

  1. good going on!!!!
    chalu rakho…….


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: